Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

પેઢાવાડ ગામે પતિ પત્ની ઉપર સરપંચ સહિત ૪નો હૂમલો

કોડીનર તા. ૧૧ :.. પેઢાવાડા ગામે નજીવી બાબતે સરપંચ સહિતના ૪ શખ્સોએ પતિ-પત્ની ઉપર હૂમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આ ઘટના અંગે હર્ષદ ઉર્ફે હરેશ અરજનભાઇ વાળાએ નોંધાવેલી ફરીયાદ મુજબ પેઢાવાડા ગામે તેમના મકાન પાસે જીઇબીના માણસો થાંભલામાં વાયર બાંધવા આવતા જે વાયરના બાંધવા હર્ષદભાઇના પિતા એ જીઇબીમાં અરજી આપી હોય થાંભલામાં વાયર નાખવાની ના પાડતા ગામના સરપંચ રણધીર રાજાભાઇ વાળા, તેમની પત્ની ઉષાબેન, પુત્ર જીજ્ઞેશ અને હિતેશ નાથાએ હર્ષદભાઇના ઘરે જઇ તું થાંભલામાં વાયર બાંધવાની ના શુ કામ પાડે છે. તેમ કહી ઉશ્કેરાઇ જઇ હર્ષદભાઇ અને તેમના પત્નીને ધોકા-લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. (પ-૧૪)

 

(11:53 am IST)