Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મેંદરડામાં યુવતીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઇ

મેંદરડા : સરસ્વતી વિદ્યામંદિર ખાતે ૧૫ દિવસનો જૂનાગઢ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી મહિલા સશકિતકરણ અંતર્ગત બિલખા પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ૧૫  દિવસથી સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઇ હતી. જેમાં ૧૦૦ દિકરીઓને આ ટ્રેનીંગ અપાયેલ. કેવલ વાઘેલા દ્વારા કરાટે જૂડો, લાઠીદાવ, નાનુચાકુ, ચુન્નીદાવ, હેન્ડ ફ્રી મુવમેન્ટ અને ફાયર જેવી ટ્રેનીંગ આપવામાં આવી. મુખ્ય અતિથિ તરીકે જૂનાગઢ કરાટે ડીસ્ટ્રીકટ ચીફ મયુરકુમાર ચૌહાણ અને પીએસઆઇ સોલંકી મેંદરડા પોલીસ સ્ટાફ વિજય કે.ચુડાસમા, ટ્રસ્ટી દિપકભાઇ ઢેબરીયા, પ્રીન્સીપાલ હરસુખભાઇ વઘાસીયા, નટુભાઇ ચોપાણી, રીપનભાઇ પાચાણી, નીતાબેન સહિત સ્કુલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો. દિકરીઓને મહિલા સશકત બને અને ભવિષ્યમાં આપેલી ટ્રેનીંગ દ્વારા પોતાનો આત્મવિશ્વાસ વધે અને ખુબ અભિનંદન પાઠવી બધા બહેનોને સર્ટીફીકેટ આપવામાં આવ્યુ હતુ. તસ્વીરમાં તાલીમ લઇ રહેલ બહેનો દર્શાય છે.(૪૫.૧૧)

(11:49 am IST)