Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જસદણ પંથકની ૧ર વર્ષની સગીરાને કોળી શખ્સ ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

સગીરાના પિતાની ફરિયાદઃ નાની લાખાવડના કમલેશ સરીયા સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૧ : જસદણ પંથકની સગીરાને પ્રેમજાળમાં ફસાવી બદકામ કરવાના ઇરદે લલચાવી ફોસલાવી નાની લાખાવડનો કોળી શખ્સ ભગાડી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જસદણ પંથકમાં રહેતી અને ધોરણ ૭ માં અભ્યાસ કરતી ૧ર વર્ષની સગીરા ગઇકાલે શાળાએ ગયા બાદ બપોર સુધી પરત ઘરે ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી.

તપાસ દરમ્યાન નાની લાખાવડનો કમલેશ માવજીભાઇ સરીયા નામનો કોળી શખ્સ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરાના પિતાએ જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જસદણના ઇન્ચાર્જ પીઆઇ વી. કે. ગોલવેલકરે તપાસ હાથ ધરી છે. (પ-૧૭)

(11:47 am IST)