Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

એકસેલ એકસપ્રેશન-૨૦૧૮ના વિનર્સ શોમાં વિજેતાઓ દ્વારા નમૂનેદાર કૃતિઓ રજૂ થશે

ભાવનગર તા.૧૧: એકસેલ ક્રોપ કેર દ્વારા તા. ૧૨ જાન્યુઆરીને શનિવારે સાંજે ૪ કલાકથી એકસેલ એકસપ્રેશનનો વિનર્સ શો ભાવનગર શહેરના સરદારનગરમાં આવેલા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાશે. જો બકા નામક ગુજરાતી ફિલ્મ નિર્માતા- દિગ્દર્શક ઉત્પલ મોદીની ઉપસ્થિતિમાં આ વર્ષે જુદી-જુદી સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે બિરદાવવામાં આવશે. સંસ્થા દ્વારા પસંદ  થયેલા વિદ્યાર્થીઓ દ્વારા રંગદર્શી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

આ પ્રસંગે પસંદગી પામેલા કલાકારો દ્વારા એક એકથી ચડીયાતા સુગમ ગીત, લોકગીત, લોક નૃત્ય, સમૂહ ગીત વિગેરે કૃતિઓ રજૂ કરવામાં આવશે. શહેરની તમામ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, આચાર્યો, શિક્ષકો, વાલીઓ, સંયોજકો, નિર્ણાયકો વિ. તેમજ કલારસિક જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા એકસલ એકસપ્રેશનના ચેરમેન એચ.બી. સૈની દ્વારા જણાવાયું છે.(૧.૯)

(11:47 am IST)