Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અમરેલી લેઉવા પટેલ જીવનસાથી મહિલા સમિતિ દ્વારા મહિલા અંધશાળામાં ત્રિવિધ ઉજવણી કરી

અમરેલી : ભીખુભાઇ એન કાબરીયાની દીકરી અંજલીના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરી મણિનગરમાં મહિલા અંધશાળાની દીકરીઓને ગીત સંગીત અને સાથે અલ્પહાર કરાવિયો તેમજ તે ટ્રસ્ટના મુખ્ય દાતા રેખાબેન અને લેઉવા પટેલ જીવનસાથી મહિલા સમિતિ અમરેલીની બહેનોએ બાળાઓને જરૂરી વસ્તુ ભેટ આપેલ. ૩ વર્ષથી ૧૪ વર્ષની બહેનોની ભીતરી ઉજાસ ઉલ્લાસ ઉપહાર ધન્ય રહ્યો. આ કાર્યક્રમમા ચતુરભાઇ ખૂંટ દયાબેન ગોંડલિયા, પ્રવિણાબેન કાબરીયા, ભાવનાબેન ખૂંટ, ચંદ્રીકાબેન પદમાણી, ડો. ભારતીબેન બોરડ, સુમિતાબેન વસોયા, કોકીલાબેન ગોંડલીયા, ભારતીબેન ગઢીયા, હંસાબેન, સંગીતાબેન સોરઠીયા, હંસાબેન કાકડીયા, દિવ્યાબેન સોજીત્રા, ધર્મિષ્ઠાબેન, સ્હેહલબેન, ઉર્મિલાબેન હાજરી આપેલ તેમજ ડો. ભારતીબેને બાળાઓને વાર્તાલાપ કરાવેલ. (૮.૯)

(11:44 am IST)