Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગાંધીધામ : ગરમ પાણીનું ગીઝર ચાલુ કરવા જતા આંચકો લાગતા પુત્ર સાથે માતાનું મોત

ભુજ તા. ૧૧ : શિયાળા દરમ્યાન ગરમ પાણી માટે ગીઝર ચાલુ કરવાનું ગાંધીધામના માતા પુત્ર માટે જીવલેણ બન્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે આદિપુરમાં સેકટર ૪ માં રહેતા હેતલબેન નિલેશ પાઠક (ઉ.૨૮) તેમના ત્રણ માસના પુત્રને કાંખમાં તેડીને બાથરૂમ માં ગરમ પાણી માટે ગીઝર ચાલુ કરવા માટે બટન દબાવતા વિજ આંચકો લાગતાં બન્નેના મોત નિપજયા હતા.

પતિ નિલેશભાઈ બહાર ગયા હતા ઘેર પરત ફરતી વેળાએ ઘરનો દરવાજો ન ખુલતા તેમણે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો ત્યારે તેમને આ ઘટના ની જાણ થઈ હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૨૧.૧૫)

(11:32 am IST)