Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગોંડલ નગરપાલિકાએ ડ્રેનેજ વેરો ઝીંકયોઃ લોક રોષ

ડ્રેનેજ ચાર્જ રહેણાંકમાં ૧ હજાર અને કોમર્શીયલમાં ૧૫૦૦ કરાયાઃ ગોંડલ બંધ સહિત આંદોલનની ચીમકી

ગોંડલ તા.૧૧: ગોંડલ નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટરનું કામ થતા હવે તેનો નવા વર્ષથી વેરો લેવાનંુ નક્કી કરાતા લોકોમાં રોષની લાગણી જન્મી છે.

પાણી, શિક્ષણ, સફાઇ, દિવાબતી અને ખાસ સફાઇવેરો આટલા વેરા ઉઘરાવતી નગરપાલિકા ભુગર્ભ ગટરનો તોતીંગ વેરો નવા વર્ષથી ઉઘરાવવાનો ઠરાવ કરતા લોકોએ તેનો વિરોધ વ્યકત કર્યો છે.

લોટ પાણી અને લાકડા જેવું ભુગર્ભ ગટરનું કામ કરીને હજુ લોકોનાં ઘરનાં કનેકશન પણ આપેલ નથી છતાં ઘરદીઠ ૧૦૦૦/- રૂ તથા કોમર્શીયલ દીઠ ૧૫૦૦/- ઉઘરાવવાની જાહેરાત કરતા લોકોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે.

આ વેરો રદ્દ કરવા લોક માંગ ઉઠવા પામી છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.(૧.૫)

(10:32 am IST)