Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગારીયાધારમાં આઇશર હડફેટે બાળકનું મોત

ભાવનગર, તા. ૧૧ : ગારીયાધાર તાલુકાના ટીંબા ગામે રહેતા મૂળ છોટાઉદેપુરના મુવારીયાભાઇ ભીલનો પુત્ર જસ્મીન ઉ.વ.ર.પ ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે પુરઝડપે ધસી આવેલા આઇશર ટ્રક નંબર જીજે૩-એટી-૦૯૪૭ના ચાલકે તેને હડફેટે લેતા માસુમ બાળક જસ્મીનનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. આ બનાવ અંગે આઇશર ટ્રકના ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી ગારીયાધાર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(10:30 am IST)