Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

માળિયાના ઘાંટીલામાં જુગાર રમતા સરપંચ સહીત પાંચ પત્તાપ્રેમીઓ પકડાયા

માળીયા પોલીસે મંદાકીના સરપંચ સહીત પાંચ લોકોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું

 

માળિયા પોલીસે જુગાર રમતા પાંચ લોકોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે જુગાર રમી રહેલા આરોપીઓમાં મંદરકી ગામનો સરપંચ પણ પોલીસની ઝપટે ચડી ગયો છે

  મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ જે ડી ઝાલાની ટીમના સુરૂભા પરમાર, મહિપતસિંહ સોલંકી, દિવ્યરાજસિંહ જાડેજા, લાલભા ચૌહાણ, વનરાજસિંહ લીંબોલા અને તેજપાલસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ઘાંટીલા ગામે કોળી વાસમાં દરોડો કર્યો હતો જેમાં જુગાર રમી રહેલા ભીમજી અમરશી અગેચણીયા (સરપંચ-મંદરકી) પ્રશાંત ધનજી ભોજવિયા, રસિક હરજીવનભાઈ પટેલ, ભૂપત નાનજીભાઈ ઉપાસરીયા અને ચંદુ અમરશીભાઈ અગેચણીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ 25૦૪૦ જપ્ત કરી છે ઠંડીની મોસમમાં જુગાર રમી રહેલા સરપંચ સહિતના પાંચ જુગારીઓની પોલીસે ટાઢ ઉડાડી દીધી છે અને કાયદાનું ભાન કરાવ્યું હતું

(12:14 am IST)