Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

ભાણવડમાં ટેકાના ભાવે ૮૩૨ ખેડુતોની મગફળી ખરીદ થઇ

ભાણવડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કરવામાં આવી રહી છે કુલ ૪૦૦૨ રજીસ્ટર થયેલા ખેડુતોમાંથી ૮૩૨ ખેડુતોની મગફળીની ખરીદી થઇ ચુકી છે.(તસ્વીર રવિ પરમાર ભાણવડ)

ભાણવડ :  માર્કેટીંગ યાર્ડમાં સરકાર તરફથી ટેકાના ભાવે ખેડુતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. રજીસ્ટ્રેશન થયેલ ખેડુતોમાંથી અત્યારસુધીમાં ૮૩૨ ખેડુતો પાસેથી ૧૭,૧૯,૪૨૦ કિલો મગફળીની ખરીદી કરી લેવામાં આવી હોવાનો અભિપ્રાય ગોડાઉન મેનેજરે આપ્યો હતો.

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગોડાઉન મેનેજર ડી.એન. શેખાણી તથા તેની ટીમ મગફળીનું સેમ્પલ, વજન અને ટ્રાન્સપોર્ટીગ સહિતની કાર્યવાહી ચલાવી રહી છે.હાલ ૯૦૦ જેટલા ખેડુતોની મગફળીના  સેમ્પલ લઇ આગળની કાર્યવાહી કરવામાં આવેલ  છે, અને રોજના ૬૦ થી ૭૦ ખેડુતોની મગફળીનું વજન કરવામાં આવી રહ્યું છે. ડી.એન. શેખાણીના જણાવ્યા મુજબ મગફળી ખરીદીમાં ખેડુતોને કોઇ પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી. (૩.૭)

(11:58 am IST)