Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જુનાગઢ જીલ્લામાંથી ર બોગસ તબીબો ઝડપાયા

જુનાગઢ તા. ૬ : જુનાગઢ જીલ્લામાંથી ર બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છ.

પ્રાપ્ત માહિતી મુજબ માણાવદર તાલુકાના આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયા અને ટીમે માણાવદર પંથકમાં દરોડો પાડયો હતો.

જેમાં છેલ્લા પ વર્ષથી ઇન્દ્રાગામમાં તબીબ તરીકે પ્રેકટીસ કરતી નૈનસી પટેલ તથા ર૦ વર્ષથી શેરડી  ગામમાં તબીબ તરીકે પ્રેકટીસ કરનાર પ્રફુલ પરમારની ધરપકડ કરી છ. આ બંને પાસેથી દવાઓનો જથ્થો ઝડપાયો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છ.

(3:46 pm IST)