Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જસદણ વિધાનસભા ફલાઇંગ-સ્ટેટીક અને ઝોનલ ઓફીસરો માટે સ્પે. એકઝી. મેજી.ની નિમણુંક કરી પાવર્સ અપાયા

વધુ ૮ સ્પે. જાહેરનામા બહાર પાડયાઃ મતદાન મથક ચૂંટણી બૂથ-મતદાન સમયે લેડીઝ માટે અલગ લાઇન -મત ગણતરી-મોબાઇલ-અંગે ખાસ જાહેરનામા

રાજકોટ તા. ૬ :.. જસદણ વિધાનસભા મતદાર વિભાગની આગામી પેટા બાબતે ભારત ચૂંટણીપંચ તરફથી તા. રર-૧૧-ર૦૧૮ ની પ્રેસનોટથી તા. ર૬-૧ર-ર૦૧૮ થી તા. ર૬-૧ર-ર૦૧૮ સુધી ચૂંટણી કાર્યક્રમ યોજવા ઠરાવેલ છે. ભારતના ચૂંટણી પંચે આપેલ સુચનાઓ મુજબ ચૂંટણીઓ નિષ્પક્ષ, મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી મતદારોને લાંચ આપવા કે બીન હીસાબી ખર્ચ થતો અટકાવી શકાય તે માટે સતત દેખરેખ અને તપાસણી અર્થે વિધાનસભા મતદાર વિભાગ દીઠ સર્વેલન્સ ટીમ તથા ફલાઇંગ સ્કોડની રચના કરવા તેમજ અન્ય કામગીરી માટે ઝોનલ ઓફીસરની નિમણુંક કરવાની સુચના હોય, કલેકટર દ્વારા તાકીદે આજે ઓર્ડરો કરાયા છે.

રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ જસદણ વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણી માટે ઝોનલ ઓફીસરોની નિયુકિત કરવામાં આવેલ છે. ભારતના ચૂંટણી પંચની સુચનાનુસાર ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમે તેમજ ઝોનલ ઓફીસરોએ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીની હાજરીમાં જ કાર્યવાહી કરવાની રહે છે, તે માટે ઉપરોકત વંચાણ-ર નાં હુકમથી રાજય સરકારશ્રીની વિવિધ કચેરીઓના કર્મચારીઓ - અધિકારીશ્રીઓને (૧) સ્ટેટીક સર્વેલન્સ ટીમ (ર) ફલાઇંગ સ્કોડ તરીકે તેમજ (૩) ઝોનલ ઓફીસર તરીકેની ચૂંટણી ફરજ પર નિયુકત થયેલ આવા અધિકારીશ્રી - કર્મચારીઓને સ્પે. એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકે નિયુકત કરી ભારતનાં ફોજદારી કાર્યરીતિ અધિનીયમ-૧૯૭૩ ની નીચે જણાવેલ કલમો હેઠળના પાવર્સ આપવા વંચાણ-ર માં દર્શાવેલ સરકારશ્રીનાં કલેકટર દ્વારા કાર્યવાહી થઇ છે.

મહત્વના જાહેરનામા

મતદાન મથકો તથા આસપાસના ૧૦૦ મી. વિસ્તારમાં કોઇપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રીત થશે નહીં કે મતદાન મથકમાં પ્રવેશી શકશે નહીં કે ૧૦૦ મી. ત્રિજયામાં વાહન લઇ જઇ શકશે નહીં.

ઉમેદવાર કે ચૂંટણી એજન્ટ કે અન્ય કોઇપણ વ્યકિતએ મતદાન મથકના આસપાસના ર૦૦ મી. વિસ્તારમાં ચૂંટણી બુથ ઉભા ન કરવા બાબત.

મતદાન મથક અને આસપાસના ૧૦૦ મી. વિસ્તારમાં મોબાઇલ ફોન, વાયરલેસ સેટ, કે સંદેશા વ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવા બાબત.

મતદાન મથકોએ એક લાઇનમાં ઉભા રહેવું અને સ્ત્રીઓ માટે જુદી લાઇન બનાવવી તેમજ મત આપ્યા પછી મતદાન મથક તથા તે વિસ્તારમાંથી ચાલ્યા જવું.

મત ગણતરી સ્થળની અંદર તથા મત ગણતરી સ્થળના કમ્પાઉન્ડમાં મોબાઇલ ફોન, વાયરલેસ સેટ, કે સંદેશા વ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવા તથા વાહન સાથે પ્રવેશી શકશે નહીં તેમજ મત ગણતરી કેન્દ્રમાં સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવેલ પ્રવેશ પાસ સિવાય પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવા બાબત.

મતદાન પુરું થવાના ૪૮ કલાક પહેલાં ચૂંટણી સબંધી જાહેરસભા બોલાવવા પર પ્રતિબંધ ફરમાવવા તેમજ મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટીએ જાહેરમાં ગીત-સંગીતના જલસા, મનોરંજક કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ ફરમાવવા બાબત.

ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન રાજકોટ જીલ્લામાં આવેલ બહારના રાજકીય પદાધિકારીશ્રીઓ, ચૂંટણી પ્રચારકો, પક્ષના કાર્યકરો કે જેઓ તે મતદાર વિભાગના ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત બાદ જે તે વિધાનસભા મતદાર વિભાગ છોડી જતા રહેવા બાબત.

લોકપ્રતિનિધીત્વ અધિનીયમ કલમ -૧૩પ(સી) મુજબ દારૂ અને નશાકારક ચીજોના વેંચાણ પર પ્રતિબંધ ફરમાવવમાં આવેલ હોય મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુરૂ થવા સુધીનો સમયગાળો અને મતગણતરીનો દિવસ 'ડ્રાય-ડે' જાહેર કરવા અંગે.

(3:40 pm IST)