Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઉપલેટામાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ૧૮મો મેડીકલ સર્જીકલ કેમ્પઃ રવિવારે વિનામુલ્યે પ્રાથમિક તપાસ તથા ઓપરેશન નોંધણી કેમ્પ

ઉપલેટા તા.૬ : ઉપલેટામાં છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા મેગા મેડીકલ તથા સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે ઉપલેટા, ધોરાજી, કાલાવડ, કુતિયાણા, માણાવદર સહિતના આજુબાજુના તાલુકાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. જેમાં દેશ વિદેશના નામાંકીત નિષ્ણાંત તબીબોની વિનામુલ્યે સેવા મળે છે.

આ કેમ્પના આયોજકો દ્વારા જણાવવામાં આવેલ છે કે કેમ્પમાં ઓપરેશન તથા સારવાર કરાવવા ઇચ્છતા દર્દીઓ પોતાના દર્દ અંગેની તપાસ રીપોર્ટ વિગત સાથે અને ઓપરેશન અંગેની પૂર્વ તૈયારી સાથે નિષ્ણાંત તબીબો પાસે જાય તો વિલંબ ન થાય એ હેતુથી જરૂરિયાતમંદ તેમજ ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે કેમ્પની પહેલા પ્રાથમિક તપાસ તથા ઓપરેશન માટે દર વર્ષની જેમ એક દિવસના એક કેમ્પનું આયોજન તા. ૧૬ને રવિવારે ૯ થી ૧ સુધી અહી સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ છે. જેમાં દર્દીઓને ઝાડા, પેશાબ, લોહીની તપાસ, એકસરે, સોનોગ્રાફી, ઇસીજી સહીત અન્ય તપાસ વિનામુલ્યે કરાશે અને તેમાં દર્દીએ જૂની ફાઇલ રિપોર્ટ અચૂક સાથે લાવવા જણાવાયુ છે.

આ કેમ્પના તપાસ થયેલ દર્દીઓને મેગા મેડીકલ કેમ્પમાં અગ્રતા ક્રમ આપી વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં વધરાવળ, સારણગાઠ, એપેન્ડીકસ, પેટની ગાઠ, રસોડી, પેશાબ માર્ગમાં આવતી ચામડી, ગર્ભાશય ગાઠ તથા કોથળી, અંડાશયની થેલી, યોનીનુ બહાર આવવુ, ગર્ભાશયના મુખ ઉપર ચાંદી, પિતાશયની કોથળી, પથરી, કાન, નાક ગળાના ઓપરેશન, દાઝવાની તકલીફ, સાંધા, ગરદન, સ્નાયુ ખેચાઇ જવા, આંગળાઓ ચોટી જવા તેમજ બાળકોની જન્મજાત ખોડખાપણ જેવા કે તાળવુ ન હોવુ, ચિરાયેલ હોઠ, પીઠમાં વાળના ગુચ્છા, વધારાની આંગળી, લાખુ, મુત્રનલીકાની ખામી જેવા ઓપરેશનો નિષ્ણાંતો તબીબો દ્વારા વિનામુલ્યે કરી અપાશે અને આંખના દર્દીના ઓપરેશન માટે કેમ્પ તા.રર થી તા. ૨૪ કોટેજ હોસ્પિટલ ખાતે રાખેલ છે. નામ દર્દીઓએ કોટેજના ધોરણે કરી આપવામાં આવશે તેમ યાદીમાં જણાવાયુ છે.(૪૫.૫)

(12:35 pm IST)