Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ એલ.સી.બી.

ઉપલેટા તા. ૬ : રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે એલ.સી.બી.ઇ.પો.ઇન્સ. જે એમ. ચાવડા તથા પો.સ.ઇ. એચ.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા ડ્રાઇવમાં આરોપીને પકડવા સુચના કરતા પો.હેડ કોન્સ. રમેશભાઇ બોદર તથા પો.કોન્સ અજીતભાઇ ગંભીર તથા પો.હેડ કો.અનીલભાઇ ગુજરાતી તથા પો.કો.મનોજભાઇ બાયલ, દિવ્યેશભાઇ સુવા એમ બધા જામકંડોરણા વિસ્તારમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે પાટણવાવ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.ન.૧પ/ર૦૧૩ ઇ.પી.કો.કલમ ૩૬૩, ૩૬૬, ૧૧૪ ના ગુન્હાનો નાસતો ફરતો આરોપી અજય મોહનભાઇ નિનામા ઉ.ર૩ રહે. બરડીયા તા.જામકંડોરણા મુળ રહે. કડુચી તા.સંતરામપુર જી. મહિસાગર વાળો હાલ જામકંડોરણા બસ સ્ટેન્ડ ખાતે આવેલ છે. જે અન્વયે તુરંત ત્યા જઇ તેને પકડી પાડી સી.આર.પી.સી.કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી જામકંડોરણા પો.સ્ટે.ને સોપી આગળની કાર્યવાહી કરવા પાટણવાવ પોસ્ટને જાણ કરવા તજવીજ કરેલ છે.(૬.૮)

(12:34 pm IST)