Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ગોંડલ પાલિકા દ્વારા પટેલ સમાજભવન માટે જમીન

ગોંડલ : લેઉવા પટેલ જ્ઞાતિ મંડળ દ્વારા નગરપાલીકા પાસે સમાજના ભવન બનાવવા માટે જમીનની માંગ કરવામાં આવી હતી. જે અંગે શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ વિભાગમાં પણ તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા વિવિધ જ્ઞાતિઓને સમાજ વાડી બનાવવા માટે જમીન ફાળવવામાં આવી છે. લેઉવા પટેલ સમાજની વસ્તી વધારે હોય મંડળની માંગણી વ્યાજબી જણાતા ટીપી સ્કીમ નંબર ર  અંતિમ ખંડ નંબર ૮૦ ની ૩૮૫૩ ચોરસ મીટર જમીન લેઉવા પટેલ જ્ઞાતિ મંડળને ૯૯ વર્ષના ભાડા પટ્ટે ફાળવવા સર્વાનુમતે મંજુર કરી કલેકટરમાં દરખાસ્ત કરી મંજુરી આપવા રજૂઆત કરી હતી. જમીન આપવા સર્વાનુમતે ઠરાવ કરાતા ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તકે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, પાલિકાના તમામ સદસ્યો અને લેઉવા પટેલ સમાજ મંડળના તમામ આગેવાનો અને જ્ઞાતિજનો હાજર રહ્યા હતા તે તસ્વીર.(૪૫.૩)

(12:33 pm IST)