Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વંથલીના કોયલી ગામના પુલ નજીક 21 એક્સપ્લોઝિવ ડીટોનેટર સાથે એક શખ્શની ધરપકડ: મોટું ષડયંત્ર નથી

કોઈ અંગત અદાવતનો બદલો લેવા ષડ્યંત્ર રચવામાં આવ્યું હોવાનું તારણ

જૂનાગઢના વંથલી તાલુકાના કોયલી ગામ નજીકથી 21 એક્સ્પ્લોઝિવ ડીટોનેટર સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. રેન્જ આઇજીને બાતમી મળતા આર.આર.સેલ અને એસ.ઓ.જી ઘટનાસ્થળે તપાસ કરવાના આદેશ આપ્યા હતા.

 પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ કરતા કોયલી ગામના પુલ નજીક અવાવરું જગ્યામાંથી ડિટોનેટર મળી આવ્યા હતા.

એક્સ્પ્લોઝિવ ડિટોનેટર મુકવા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં કોઈ અંગત અદાવતનો બદલો લેવા ષડ્યંત્ર રચવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે

 . પોલીસના જણાવ્યા મુજબ એક્સ્પ્લોઝિવ ડીટોનેટર ઘાતક નથી. તેમાં કોઈ બેટરી કે વિસ્ફોટ કરવા માટેના અન્ય કોઈ પદાર્થ જોવા મળ્યા નથી. જેથી કોઈ મોટુ ષડયંત્ર હોવાનું જણાતું નથી.

(12:27 pm IST)