Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જસદણના અપક્ષ ઉમેદવાર દ્વારા રપ ઉમેદવારોના ફોર્મની નકલ મંગાઇ

રાજકોટ, તા. ૬ : જસદણ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર રાજકોટના પ્રવિણભાઇ જાગાભાઇ રોજાસરાએ જસદણ વિધાનસભા પેટા ચૂંટણીના ચંટણી અધિકારીશ્રીને પત્ર પાઠવીને જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભરાયેલા રપ ઉમેદવારોના ફોર્મની સર્ટીફાઇડ નકલ આપવા માંગણી કરી છે.

પ્રવિણભાઇ જાગાભાઇ રોજાસરાએ જણાવ્યું છે કે આ પેટા ચૂંટણીમાં રજૂ થયેલા બધા જ ઉમેદવારોના (રપ ઉમેદવારો)ના ઉમેદવારી પત્રો અને બધા જ ઉમેદવારી પત્રો સાથેના નામુના-ર૬ (છવ્વીસ) એફીડેવીટ બધા જ મતદાર યાદીના દાખલા, સોગંદ/પ્રતિજ્ઞાપત્ર પાર્ટના મેન્ડેન્ટ, ચૂંટણીની નોટીસ અને ઉમેદવારી પત્રની ચકાસણીમાં રજૂ થયેલા વાધા અરજીની નકલ હુકમ સાથેની ઉમેદવારી પત્રની ચકાસણીની વખતની સીડી તથા તા. ર૬/૧૧/ર૦૧૮થી તા. ૩/૧ર/ર૦૧૮ સુધીની ઉમેદવારી પત્ર રજુ થાય તે આપની સમક્ષ રજૂ કરતી વખતની સીડી આપવા સર્ટીફાઇડની તમામ નકલો બે નકલોમાં આપવા અંતમાં માંગણી કરી છે. (૮.૯)

 

(12:26 pm IST)