Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

દોઢ વર્ષથી સાંધાના દુઃખાવાથી હેરાન થતા ભાવનગરના મહિલાને ૬ કલાકમાં ચાલતા કરી દીધાઃ ધોરાજીના ડો. કાલરીયા દ્વારા સફળ સર્જરી

ધોરાજી તા. ૬ :.. ભાવનગરના બ્રાહ્મણ વૃધ્ધા છેલ્લા ૧ાા વર્ષથી પંજાના દુઃખાવાના કારણે ચાલી શકતા ન હતો જેને ડો. ગૌરવ કાલરીયાએ ઓપરેશન કરી ૬ કલાકમાં ચાલતા કરી દીધા હતા અને મેગા સીટીમાં જે ઓપરેશન થતા હતા તે ધોરાજીમાં કરી બતાવતા ધોરાજીનું ગૌરવ વધાર્યુ હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મુળ ધોરાજીના ડો. ગૌરવ પી. કાલરીયાએ ધોરાજીમાં ધો. ૧૦ માં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રથમ બાદ ધો. ૧ર માં સાયન્સમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવ્યા બાદ અમદાવાદ બી. જે. મેડીકલ કોલેજમાં એમબીબીએસ કર્યા બાદ એમ. એસ. ઓર્થો. નો અભ્યાસ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા બાદ એસીયાની મોટી હોસ્પીટલ અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં અનુભવ મેળવ્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં કમર-ફ્રેકચર સાંધા બદલાવવાના રપ૦૦ થી વધુ ઓપરેશન કર્યા છે અને ૧૦૦ થી વધારે ત્રાસા પગવાળા બાળકોનો ઇલાજ કર્યો છે.

ભાવનગરમાં રહેતા નંદકુંવરબેન પંડયા ઉ.૬૦ છેલ્લા દોઢ વર્ષથી પગના સાંધાના દુઃખાવાના ભોગ બન્યા હતાં. અને ચાલીપણ શકતા નહતા જેને ધોરાજીમાં સારા ડોકટર છે તેવુ જાણવા મળતા તેવો વ્હીલ ચેરમાં ધોરાજી ખાતે આવેલા અને શ્રેય ઓર્થોપેડીક હોસ્પીટલમાં  દાખલ કરી બીજા જ દિવસે એપ્રોચ જોઇન્ટ રીપ્લેસમેન્ટની સર્જરી કરી ગોઠણના સાંધા બદલાવી માત્ર ૬ કલાકમાં જ ઓપરેશન બાદ નંદકુંવરબેન ને ચાલતા કરી દેતા બ્રાહ્મણ પરિવારમાં ખુશીની લહેર જોવા મળેલ હતી. અને પંડયા પરિવાર દ્વારા ડો. ગૌરવ કાલરીયાનું સન્માન કરેલ હતું. 

(12:14 pm IST)