Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ટાઢકમાં વધારોઃ ગિરનાર ઉપર- ૧૦, નલીયા-૧૧, કંડલા ૧૨.ર ડિગ્રી

જામનગર ૧૩.૦, ગાંધીનગર ૧૩.ર, રાજકોટ ૧૫.ર ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા.૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે. અને ટાઢકમાં વધારો થતો જાય છે. દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડક સાથે શિયાળા જેવા વાતાવરણનો અહેસાસ થાય છે.

આજે પણ વહેલી સવારે જુનાગઢના ગિરનાર પર્વત ઉપર ૧૦ ડિગ્રી, કચ્છના નલીયામાં ૧૧ ડિગ્રી, કંડલામાં ૧૨.ર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

ઠંડી વધતા લોકોએ ગરમ વસ્ત્રોનો પણ ઠંડીથી બચવા માટે ઉપયોગ શરૂ કરી દીધો છે.

જો કે સવારે સૂર્યનારાયણનાં દર્શન થતાંની સાથે જ હુંફાળું વાતાવરણ શરૂ થાય છે અને આખો દિવસ ગરમી સાથે ઉનાળા જેવો અનુભવ થાય છે.

જૂનાગઢ

જુનાગઢઃ સોરઠમાં આજે ઠંડીનો ચમકારો રહયો છે. ગિરનાર ઉપર ૧૦ ડિગ્રી ઠંડી રહી હોવાનું અનુમાન છે.

જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ક્રમશઃ વધારો થઇ રહયો છે. ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૬.પ ડિગ્રી રહયા બાદ આજે સવારે તાપમાનનો પારો દોઢ ડિગ્રી ગગડીને ૧૫ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના પરિણામે ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

જુનાગઢનાં ગિરનાર પર્વન ખાતે ૧૦ ડિગ્રી ઠંડીને લઇ પ્રવાસીઓને અસર થઇ હતી. આજની ઠંડીમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા ભળતા ઠંડી વધુ તીવ્ર રહી હતી. પવનની પ્રતિ કલાકની ઝડપ બે કિ.મી.ની નોંધાઇ હતી.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહતમ : ૨૯.પ, લઘુતમઃ ૧૩, ભેજ : ૮૭ ટકા, પવનઃ ૩ કિ.મી. રહયો છે.(૧.૭)

કયાં કેટલું તાપમાન

શહેર

તાપમાન

અમદાવાદ

૧૪.૩ ડિગ્રી

ડીસા

૧૩.ર ડિગ્રી

વડોદરા

૧૫.૦ ડિગ્રી

સુરત

૧૮.૦ ડિગ્રી

રાજકોટ

૧૫.ર ડિગ્રી

ભાવનગર

૧૭.૪ ડિગ્રી

પોરબંદર

૧૪.૦ ડિગ્રી

વેરાવળ

૧૯.૧ ડિગ્રી

દ્વારકા

૧૯.પ ડિગ્રી

જામનગર

૧૩.૦ ડિગ્રી

ઓખા

૨૩.પ ડિગ્રી

ભુજ

૧૭.૦ ડિગ્રી

નલીયા

૧૧.૦ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૬.૭ ડિગ્રી

ન્યુ કંડલા

૧૫.ર ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૨.ર ડિગ્રી

અમરેલી

૧૫.૦ ડિગ્રી

ગાંધીનગર

૧૩.ર ડિગ્રી

મહુવા

૧૫.૧ ડિગ્રી

દિવ

૧૬.૪ ડિગ્રી

વલસાડ

૧૫.૧ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૬.૬ ડિગ્રી

(12:01 pm IST)