Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જુનાગઢ આશાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી

જુનાગઢ તા.૬: આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન તથા સમાજ સુરક્ષા ખાતુ જુનાગઢ દ્વારા ૩ ડીસેમ્બર-વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી રેડક્રોસ હોલ આઝાદ ચોક, જુનાગઢ ખાતે કરવામાં આવેલ હતી

આ ઉજવણીમાં જુનાગઢનાં ડો. ગજેરા ડો.ડી.એમ. બારમેડા, ડો. જસાણી, એડવોકેટ કિરીટભાઇ સંઘવી પ્રો. ડો. નિહારીકાબેન રાવત, વિજયાબેન લોઢીયા, રોટરી કલબ માંથી મનીષભાઇ તથા પરેશભાઇ કલ્પિતભાઇ નાણાવટી રમેશભાઇ શેઠ, મનસુખભાઇ વાજા કર્મજ્ઞાબેન બુચ, રીંકલબેન રમેશભાઇ મહીડા, ક્રિષ્નાબેન બારમેડા વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

મુખ્ય મહેમાનોએ આશાદીપનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. બકુલ બુચ સાથે આશાદીપ-મનોસામાજીક પુનઃસ્થાપન કેન્દ્રની મુલાકાત લીધેલ. ડો. બકુલ બુચ- આશાદીપનાં મેનેજીંગ ટ્રસ્ટી તથા નયનાબેન મહેતા-ચીફ પ્રોબેશન ઓફિસર સમાજ સુરક્ષા ખાતુનાં નેજા હેઠળ ઉજવણી કરવામાં આવેલ.

આ ઉજવણીમાં માનસિક દિવ્યાંગોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરેલાં માનસિક દિવ્યાંગો દ્વારા બનતી અને વેચાતી વસ્તુઓ દીવડાં ફિનાઇલ વિગેરેનો તમામ નફો તેઓને તેમના કાર્ય મુજબ આપવામાં આવ્યો, જે દિવ્યાંગોનાં વર્તનમાં સુધારો થયેલ અને જેનો નવો કામ-ધંધો શરૂ કરવા લાગ્યા તેમને પ્રોત્સાહિત ઇનામ આપ્યા. માનસિક ક્ષતિગ્રસ્ત લોકોનાં મગજનો વધુ વિકાસ થાય તે હેતુસર જરૂરી સાધનોની કીટ આપવામાં આવી, માનસિક દિવ્યાંગ બહેન પગભર થઇ રોજગારી મેળવે તે હેતુસર શિવણ મશીનનું વિતરણ કરવામાં આવ્યું, વિકલાંગ ઓળખકાર્ડ (એસ.ટી. પાસનું) વિતરણ કરવામાં આવ્યંુ, સાથોસાથ સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૧૮માં જુનાગઢ જિલ્લામાંથી વિજેતા થયેલા દિવ્યાંગોનાં સર્ટીફિકેટનું વિતરણ કરવામાં આવ્યું.

આ વિવિધ સભર કાર્યો દ્વારા માનસિક દિવ્યાંગો પણ સામાન્ય માણસ જેવી જીંદગી વ્યતિત કરી શકે તેમજ તેઓની પ્રતિભા સમાજ સુધી પહોંચાડવાનો તેઓને સ્વાવલંબી બનવા માટે મદદરૂપ થવાનો, તેઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ હતો. આ ઉજવણી સુંદર રીતે થાય તે માટે રમેશભાઇ, દિગીશાબેન, પુનમબેન, જાગૃતિબેન, અલ્કાબેન, રસીકભાઇ રાજભાઇ વિગેરેએ મહેનત કરી હતી. દિવ્યાંગો, અતિથી વિશેષો તથા ૧૧૦ થી વધુ વાલીગણની હાજરીમાં ઉજવણી થયેલ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશનનાં સંચાલક પૂર્ણાબેન હેડાવ દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ દિગીશાબેન દ્વારા કરવામાં આવી હતી. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ) (૧.૨)

(9:54 am IST)