Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમામાં નાચ, ગાન, સ્પિકરો વગાડવા સામે પ્રતિબંધ મુકાયો

નક્કી કરેલા રૂટ સિવાયના જંગલમાં પ્રવેશ પર પાબંધી

જૂનાગઢના ગરવા ગિરનાર જંગલમાં પ્રતિ વર્ષ યોજાતી લીલી પરિક્રમાનો 19 નવેમ્બરથી પ્રારંભ થનાર છે ત્યારે પરિક્રમા માટે તંત્ર દ્વારા વિવિધ આદેશો જારી કરવામાં આવ્યા છે. આ અંગે નાયબ વનસંરક્ષક દ્વારા જણાવાયું છે કે સેવાભાવી સંસ્થાઓ, અન્નક્ષેત્રો,પાણીના પરબો વગેરે જંગલમાં રાવટી નાંખી શકશે પરંતુ વ્યાવસાયિક જાહેરાત માટે છાવણી, સ્ટોલ કે રેંકડી નાંખવા પર પ્રતિબંધ રહેશે.

 આ ઉપરાંત અધાર્મિક નાચ ગાનની પ્રવત્તિ પર મનાઇ છે. સ્પિકરો, ટેપ, રેડીયો વગેરે લઇ જઇ નહિ શકે.પ્લાસ્ટિની બેગ, પાન, માવા, બીડી, સિગારેટ, સાબુ, ડિટર્ઝન્ટના વેચાણ અને વપરાશ પર મનાઇ છે. જયારે ભવનાથથી રૂપાયતન, ઇંટવા, ચારચોક, ઝીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક, ઝીણાબાવાની મઢીથી માળવેલા, રોકડીયા હનુમાન, માલીવાડાથી પાટવડ કોઠા, સુરજકુંડ સુધીનો રસ્તો, સરકડીયાથી નળપાણીની ઘોડી, બોરદેવી અને ભવનાથ સુધીનો રસ્તો પરિક્રમા માટે નિયત કરાયો છે. જંગલમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઇ છે. પશુઓને છંછેડવા નહિ,ઝાડ વગેરેનું કટીંગ કરવું નહિ, રસ્તામાં અગ્નિ પેટાવવો નહિ.

(11:35 pm IST)
  • રાજકોટ : ગોંડલ તાલુકાની ગોમટા ચોકડી પાસે છકડો રીક્ષા પલ્ટી:રીક્ષામાં સવાર 7 વ્યક્તિઓને ઈજા : ઈજાગ્રસ્તોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા : રીક્ષા ચાલક બનાવના સ્થળે રીક્ષા મૂકીને ફરાર access_time 7:08 pm IST

  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST

  • ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બદલી નાખવા સબંધી રેકોર્ડનો ખુલાસો કરવા સીબીઆઈનો નનૈયો :પુણેના નિવાસી વિહાર દુર્વેની એક આરટીઆઈ અરજીના જવાબમાં તપાસ એજન્સી સીબીઆઈએ માહિતી આપવા ઇન્કાર કરતા માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ (1 ) નો ઉલ્લેખ કર્યો :સીબીઆઈએ ભાગેડુ કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી )ને નબળી બનાવી હોવાનું ચર્ચિત છે access_time 1:00 am IST