Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

સ્વાઇન ફલુથી માળિયા હાટીનાનાં વૃદ્ધે ખાનગી હોસ્પિટલમાં દમ તોડયોઃ કુલ મૃત્યાંક ૩૪ થયોઃ બે પુરૂષ સારવારમાં

રાજકોટ : સ્વાઇન ફલુએ વધુ એક વ્યકિતનો ભોગ લીધો છે. માળિયા હાટીનાનાં વિરડી ગામનાં ૬૦ વર્ષના વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલ જયાં સારવાર દરમિયાન આજે તેઓનું મોત થતાં સ્વાઇન ફલુનો કુલ મૃત્યુઆંક ૩૪નો થયો છે.

આ ઉપરાંત જમનાવડ અને ભેંસાણનાં બે પુરૂષ દર્દીને સ્વાઇન ફલુ પોઝિટીવ રિપોર્ટ આવતાં બંન્નેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાનું જાહેર થયું છે.

(5:29 pm IST)