Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

જૂનાગઢમાં આવતીકાલે ૯ નવે.ના રોજ સ્વાતંત્ર્ય દિન ઉજવાશેઃ ૧૫ ઓગ.ના રોજ ભારત દેશને સ્વતંત્રતા મળ્યાના ૮૫ દિવસ બાદ જૂનાગઢ શહેર આઝાદ થયું હતું

જૂનાગઢઃ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ ૯ નવે.ના રોજ આઝાદી દિવસ ઉજવાશે. આમ તો ભારતનો સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગ.છે. પરંતુ જૂનાગઢ શહેર ૮૫ દિવસ મોડુ આઝાદ થયું હતું તેથી આ શહેરમાં ૧૫ ઓગ. ઉપરાંત ૯ નવે.નો દિવસ પણ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવાય છે. આ દિવસે મનપાના બિલ્ડીંગને શણગાર કરાશે.

જયારે તા.૯નાં સવારે ૯ વાગ્યે બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિજયસ્તંભનું પૂજન થશે. તેમજ રાત્રે કોલેજ ગ્રાઉન્ડમાં આતશબાજીનો કાર્યક્રમ યોજાશે.

અત્રે નોંધનીય છે કે, સમગ્ર જિલ્લો ૯મી નવે.ના આઝાદ થયો હતો. પરંતુ ૯મી નવે.ના માત્ર જૂનાગઢ મનપા દ્વારા જ ઉજવણી થાય છે. અન્ય વિભાગો તેમાં સામેલ થતાં નથી.

(11:49 am IST)