Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

રાજુલા-સાવરકુંડલા રોડ પર બાઈક ઝાડમાં ઘુસી જતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત :માંડરડીમાં ઘેરો શોક

 

અમરેલી પંથકમાં બે પરિવારોની દિવાળીએ માતમ છવાયો છે તેમના પરિવારના જુવાન જોધ સ્વજનનું અકાળે અવસાન થયું હતું રાજુલા સાવરકુંડલા રોડ પરની નચિકેતા સ્કૂલ પાસે  એક બાઈક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક વૃક્ષમાં ઘૂસી ગયું હત

  આ ગમખ્વાર અકસ્માતમાં 2 યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા.  

  પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બંને યુવાનો માંડરડી ગામના હોવાનું જાણવા મળ્યું હતું. આજે દિવાળીના દિવસે બંને યુવાનોના કમકમાટીભર્યા મોત થતા બંનેના પરિવાર સહિત ગામમાં પણ શોકનો માહોલ છવાયો હતો.

(10:25 pm IST)
  • નોઈડામાં સિલિન્ડર ફાટ્યું : એકનું મોત : નોઈડા સેક્ટર 22 ચોળા ગામના આરડી પબ્લિક સ્કૂલ આપશે એક મકાનમાં ગેસના બે સિલિન્ડર ફાટવાથી મકાનમાં આગ ભભૂકી : આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું :રામકુમાર ગુર્જરના મકાનમાં આગ ભભુકતા ભાડુઆતના રૂમમાં સિલિન્ડર ફાટ્યું : દુર્ઘટનામાં એકનું મોત નીપજયું : ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 11:28 pm IST

  • 23મી ડિસેમ્બરે બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી ;પહેલીવાર થશે EVMનો ઉપયોગ : મુખ્ય ચૂંટણી આયોગ નૂર-ફૂલ-હૂદાએ ટીવી પર પ્રસારિત સંબોધનમાં કહ્યું કે સમગ્ર બાંગ્લાદેશમાં 11મી સામાન્ય ચૂંટણી 23મી ડિસેમ્બરે થશે :દેશમાં પહેલીવાર મર્યાદિત સ્તર પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરાશે access_time 12:56 am IST

  • વડોદરાના સીમાડે આવેલ નંદેસરી જી.આઈ.ડી.સી આગ ભભૂકી : નંદેસરી ખાતે આવેલ પાનોલી ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ કંપનીમાં લાગી આગ:વિકરાળ આગને પગલે વાતાવરણમાં ધુમાડાના ગોટા ઉડ્યા:આગ લાગવાનું કોઈ કારણ હજી અકબંધ :ફાયર ફાઈટર ઘટના સ્થળે access_time 11:44 pm IST