Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ખંભાળિયા : ખેડૂતોના ઉપવાસનો આઠમો દિવસ : દિવાળીએ ખેતપેદાશોની કરી હોળી

સળગતી જવાળાઓ વચ્ચે સુત્રોચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના ખેડૂતો પહેલાની એસ્સાર હાલની  ન્યારા કંપની સામે  વિવિદ્ય મુદ્દે ઉપવાસ પર ઉતર્યા છે. ઉપવાસના આઠમાં દિવસે ખેડૂતોએ દિવાળીના દિવસે પોતાની ખેત પેદાશોની હોળી કરી છે.

   સુત્રોચ્ચાર સાથે સળગતી જવાળાઓ ખેડૂતોના રોષને દેખાડી રહી છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તાલુકો જ્યાં એસ્સાર ન્યારા કંપનીની વિરુદ્ધ ખેડૂતો 8 દિવસથી ઉપવાસ પર ઉતર્યા છે. જેમાં ખેડૂતોએ દિવાળીના દિવસે ખેડૂતોએ પોતાની ખેતપેદાશની હોળી કરીને સૂ ત્રોચ્ચાર કરીને પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.

(10:45 pm IST)