Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ધ્રોલમાં કરિયાણાના વેપારી ઉપર મરચાની ભુકી છાંટીને છરીનો ઘા મારીને લૂંટ કરનાર ગેંગના ૪ શખ્‍સોને ઝડપી લેતી જામનગર એલસીબી ટીમ

જામનગર : ફરિયાદી ગોપાલદાસ વલ્લભભાઇ છત્રલા (પટેલ) રહે. ધ્રોલવાળાને બે મોટર સાઇકલમાં આવેલ ત્રણથી ચાર અજાણ્‍યા ઇસમોએ આંખમાં મરચાની ભૂકી છાંટી છરી વડે ઇજા કરી ફરિયાદી પાસેથી રોકડ રૂપિયા એક લાખની લૂંટ ચલાવી નાસી ગયેલ જે લૂંટનો બનાવ બનવા પામેલ જે ગુનો વણશોધાયેલ હતો.

જામનગર પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંઘલ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.પી. દોશીની સૂચના તથા એલ.સી.બી. પો. ઇન્‍સ. શ્રી આર.એ. ડોડીયાની માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્‍ટાફના માણસો ધ્રોલ પો. સ્‍ટે. વિસ્‍તારમાં વણશોધાયેલ મિલ્‍કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે એલ.સી.બી. પો.સ.ઇ. શ્રી કે.કે. ગોહિલ તથા ધ્રોલ પો. સ્‍ટે.ના પો.સ.ઇ. શ્રી વી.કે. સાંખરાની ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતાં.

દરમિયાન એલ.સી.બી. સ્‍ટાફના દિલીપભાઇ તલાવડીયા તથા ભગીરથસિંહ સરવૈયા તથા હરદીપભાઇ ધાંધલ તથા નિર્મળસિંહ એમ. જાડેજાએ બાતમી રાહે હકીકત મળેલ કે ધ્રોલના વેપારીને આંખમાં મરચાની ભૂકી છાંટી છરી વડે ઇજા કરી રોકડ રૂપિયાની લૂંટ ચલાવનાર ઇસમો બે મોટર સાઇકલ ઉપર ટંકારા લતીપર રોડ તરફથી ધ્રોલ જોડીયા તરફ આવી રહેલ છે. જેમાં એક ઇસમ પાસે હિરો હોન્‍ડા જીજે-૩કેજે-૧૨૧ નંબરની તથા એક નંબર વગરની મોટર સાઇકલ ઉપર ચારેય જણ નીકળેલ છે. તેઓ પાસે લૂંટનો મુદ્દામાલ છે તેવી હકીકત હોય જેથી ભેંસદળ ગામની ચોકડી ઉપર વોચમાં રહી ટંકારા તરફથી ધ્રોલ તરફ આવતા વાહનો ચેકીંગ કરી રહેલ હતા. જે દરમિયાન મોટર સાઇકલમાં પસાર થતા કોર્ડન કરી નીચે મુજબના આરોપીને પકડી લઇ મજકુર વિરૂદ્ધ પો.સ.ઇ. શ્રી કે.કે. ગોહિલએ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે.

(૧) નિખીલ ગોપાલભાઇ ગોસાઇ (રે. કેશીયગામ, તા.  જોડીયા) (૨) રાહુલ ઉર્ફે કાનો દિનેશભાઇ મકવાણા (રહે. રાજકોટ ઉદયનગર), (૩) નાગજીભાઇ ઉર્ફે નાગરાજ નકુભાઇ ગઢવી (રહે. રાજકોટ, ગોંડલ રોડ, ખોડિયારનગર) (૪) મહાવિરસિંહ વનરાજસિંહ વાઘેલા (રહે. રાજકોટ, પુનિતનગર સામે, ગોંડલ ચોકડી)

મજકુર ચારેય આરોપીઓ પાસેથી લૂંટના રોકડ રૂા.૨૧૦૦૦/- તથા મોબાઇલ તથા મોટર સાઇકલ મળી કુલ કિં.રૂા.૧,૩૭,૦૦૦/- મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવેલ છે. મજકુર આરોપીની પૂછરપછ દરમ્‍યાન આ ગુન્‍હામાં અન્‍ય બે આરોપી (૧) યશ રસીકભાઇ બકરાણીયા તથા (૨) પરિક્ષીત ઉર્ફે પરેશ રાજુભાઇ ગઢવી વાળાઓના નામ ખુલ્લા પામેલ હોય અટક કરવા ઉપર બાકી છે.

ફરિયાદી ગોપાલભાઇ વલ્લભભાઇ છત્રોલના ગામનો વતની આરોપી નિખિલ ગોસાઇ હોય જે આરોપીને ફરિયાદી પાસે વધુ પ્રમાણમાં નાણાંની હેરાફેરી કરતા હોવાની જાણકારી હોઇ, જેથી આરોપી નિખિલ ગોસાઇએ રાજકોટના તેમના મિત્રોને લૂંટ અંગે વાકેફ કરી લૂંટને અંજામ અપાવેલ છે. આરોપીઓએ અગાઉ બે વખત ફરિયાદીની દુકાનથી ઘર સુધી પીછો કરી રેકી કરેલ અને ત્રીજી વખત લૂંટના ગુનાને અંજામ આપેલ હતો.

આ કાર્યવાહી પો. ઇન્‍સ. આર.એ. ડોડીયાની સૂચના મુજબ પો.સ.ઇ. વી.વી. વાગડીયા તથા કે.કે. ગોહીલ તથા આર.બી. ગોજીયા તથા એલ.સી.બી સ્‍ટાફના જશુભા ઝાલા, વસરામભાઇ આહીર, બશીરભાઇ મલેક, લક્ષ્મણભાઇ ભાીયા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલાવડીયા, ફીરોઝભાઇ દલ, રઘુવિરસિંહ પરમાર, ખીમભાઇ ભોચીયા, લાભુભાઇ ગઢવી, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, નિર્મળસિંહ એસ. જાડેજા, હીરેનભાઇ વરણવા, સુરેશભાઇ માલકીયા, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી, ભારતીબેન ડાંગર તથા ધ્રોલ પો.સ્‍ટે.ના પો.સ.ઇ. વી.કે. સાંખરા તથા સ્‍ટાફના કુલદીપસિંહ જાડેજા, સંજય મકવાણા, વિક્રમ આહીર, લાખાભાઇ સોઢીયા, હર્ષદ ડોળીયા, અશોક શીયાળ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

 

(6:25 pm IST)