Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

લખતરનાં રાજમહેલમાં તસ્કરો ત્રાટકયાઃ એન્ટીક વસ્તુઓ-ઘરેણાની ચોરી

હવેલીના રાજમંદિરમાં તપાસનો ધમધમાટઃ ડોગ સ્કવોડની મદદ લેવાઇ

વઢવાણ, તા., ૧૧: સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના રાજમહેલમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હોવાની જાણકારી વહેલી સવારના મળતા લખતર પોલીસને જાણકારી આપવામાં આવતા લખતર પોલીસ દોડી આવેલ છે અને હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

લખતરમાં રાજા મહારાજા-રજવાડા વખતના મહેલમાં રાજા રજવાડા સમયમાં જયા કિંમતી વસ્તુઓ રાખવામાં આવતી અને જેને રાજમંદિરના નામથી જાણીતી મહેલની જગ્યામાં આવેલ હવેલીના રાજમંદિરમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા.

આ જગ્યા ઉપરથી રાજમંદિર હવેલીમાંથી મોટી માત્રામાં કિંમતી એન્ટીક વસ્તુઓ સોના-ચાંદી સહીતની મોટી ચોરી થયાની આશંકા હાલમાં સેવાઇ રહી છે. ત્યારે પોલીસ તંત્ર હાલમાં લખતરના રાજવી પરીવારના રાજમહેલમાં આવેલા રાજમંદિર હવેલીમાં થયેલ ચોરીના મામલામાં ડોગ સ્કવોડ અને ગુના શોધક શાખા સહીતનો કાફલો ઘટના સ્થળ ઉપર રકમમાં પહોંચ્યો છે. ત્યારે લખતર ગામમાં પણ આ વાત વાયુવેગે ફેલાતા લોકો પણ આ ઘટના સ્થળે ટોળે-ટોળે વળ્યા છે. ત્યારે હાલમાં  તપાસ ચાલુ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહયા છે.

(3:58 pm IST)