Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કોડીનાર પંથકની સગીરાનું અપહરણ કરી બળાત્કારના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા

ઉના, તા. ૧૧: કોડીનાર તાલુકાના આલીદર ગામના ધરમના ભાઇએ જ સગીરાનું અપહરણ કરી લગ્નની લાલચ આપી. વિવિધ ગામોમાં લઇ જઇ બળાત્કાર કયાનો ગુનામાં ઉનાની સ્પેશ્યલ પોકસ પોર્ટના જજે ૧૦ વરસની સખત કેદની સજા તથા ર૦ હજાર રૂપિયા દંડની સજા આપી નોંધપાત્ર ચૂકાદો આપ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ કોડીનાર તાલુકાના આલીદર ગામે ગત તા. ૧૯/૭/ર૦૧૬ના રોજ તેજ ગામનો સામત ગાંગાભાઇ વાજા ઉ.વ.ર૯ રે. આલીદરવાળા તેજ ગામના ૧૬ વરસ ૩ માસની સગીર છોકરીને તેના ઘરેથી લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો તેની ફરીયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ નોંધાવી હતી અને જણાવેલ કે, સગીરાની માતા જીવતી હતી ત્યારે આરોપ સામત રાખડી બંધાવતો હતો. મૃત્યુ પામ્યા બાદ સગીરાએ પણ ધરમનો ભાઇ માની રાખડી બાંધતી હતી તે અપહરણ કરી ગયો. પોલીસની ભીસ વધતા ગત તા. ૧૭/૮/૧૬ના રોજ કોડીનાર પોલીસે ધરપકડ કરી હતી. સગીરાએ નિવેદનમાં જણાવેલ કે આરોપી તેને જુનાગઢ, ભાવનાથ, બગદાણા, વાપી વિગેરે જગ્યાએ લઇ જઇ સગીરાની ઇચ્છા વિરૂદ્ધ શરીર સબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. પોલીસે આરોપીને પકડી જેલ હવાલે કરેલ સગીરાને મેડીકલ તપાસ માટે મોકલી આપેલ હતી.

આ ગુનાનો કેસ ઉનામાં આવેલ સ્પેશ્યલ પોકસો કોટમાં ચાલી જતા સરકારી વકીલ મોહનભાઇ ગોહેલે કરેલ જેની દલીલો, ફરીયાદી, સગીરાની જુબાની, સરકારી ડોકટર, પોલીસ અધિકારીની જુબાની એફએસએલ રીપોર્ટ પોજેટીવ આવતા તમામ પૂરાવા નજર સમક્ષ રાખી સ્પેશ્યલ પોકસો કોર્ટના જજશ્રી એસ.એલ. ઠક્કરએ ગુનો સાબીત માની બળાત્કારી અપહરણ વિગેરે ગુનાઓમાં ૧૦ વરસની સખત કેદ તથા ર૦ હજાર રૂપિયા દંડની સજા ફટકારી આપતો ચૂકાદો આપેલ. માત્ર ર વરસને ૩ મહિનામાં ચૂકાદો આપ્યો હતો. આ કેસ ચાલ્યો ત્યાં સુધી આરોપી સામત ગાંગાભાઇ વાજાને જામીન મળેલ ન હોય અન્ડર ટ્રાયલ કેસ ચાલેલ હતો. (૮.પ)

(12:21 pm IST)