Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

માતાના મઢે જતા બે શ્રધ્ધાળુઓના હિટ એન્ડ રનમાં મોત

ભૂજ તા. ૧૧ : નવરાત્રિ દરમ્યાન માતાના મઢ જતાં એક પદયાત્રી વૃદ્ઘા અને એક બાઇક સવાર યુવાન સહિત બે ના હિટ એન્ડ રન મા મોત નીપજયાં હતા.

ભચાઉના વિજપાસર ગામના ૬૫ વર્ષીય વૃદ્ઘા રાકોરબા દાનુભા જાડેજા પગપાળા માતાના મઢ જવા નીકળ્યા હતા તેમને પદ્ઘર (ભુજ) પાસે મારૂતિ કારે હડફેટે લેતા ગંભીર ઇજાઓના કારણે ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.

જયારે બીજા બનાવમાં માંડવી તાલુકાના શેરડી ગામના બે સંઘાર ભાઈઓ બાઇક ઉપર માતાના મઢ જઈ રહ્યા હતા ત્યારે તેમને મોરાય (નખત્રાણા) પાસે અજાણી ટ્રકે હડફેટે લેતાં ૨૫ વર્ષીય બાઇક ચાલક યુવાન ધીરજ લઘુભાઈ સંઘારનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું, જયારે પાછળ બેઠેલા ૧૫ વર્ષીય કિશોર રમેશ મેઘરાજ સંઘાર ને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયો છે.(૨૧.૧૦)

(12:19 pm IST)