Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા

દેવભૂમિ દ્વારકા જિલ્લાની કંપનીની મુલાકાત લેતા અધિકારીઓ

દેવભૂમિ દ્વારકા તા.૧૧: દેવભૂમિ દ્વારકાના કલેકટર જે.આર.ડોડીયાના જણાવ્યા મુજબ, ગુજરાતમાં પરપ્રાંતિયા પર હુમલાઓના બનાવો બનવા પામેલ છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઇ બનાવો બનવા ન પામે તેમજ જીલ્લાનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે પ્રાંત અધિકારીશ્રી દ્વારકા તથા પી.આઇ.શ્રી દ્વારકા દ્વારા કુરંગા ખાતે મુલાકાત લીધેલ હતી..

પ્રાંત અધિકારી ખંભાળીયા અને પી.આઇ.ખંભાળીયા દ્વારા એસ્સાર કંપનીમાં મુલાકાત લીધેલ અને મામલતદારશ્રી દ્વારકા અને પી.આઇ.મીઠાપુર દ્વારા તાતા કેમિકલ કંપનીમાં મુલાકાત લીધેલ હતી.

આ મુલાકાત વેળાએ ત્યાના લોકોને સમજાવામાં આવ્યા કે કોઇ પણ પ્રકારનો ડર ન રાખો અને કોઇ પણ તાત્કાલિક મુશ્કેલી પડે તો અધિકારીશ્રી અથવા વહીવટી તંત્રનો સંપર્ક કરવો. આ મુલાકાત વખતે ત્યાંના પરપ્રાંતિયા લોકોએ જણાવ્યું કે અમને આ જિલ્લામાં કોઇ મુશ્કેલી નથી અને શાંતિથી વ્યવસાય કરી રહયા છીએ. તેમ  અધિકારીઓને પરપ્રાંતિયા લોકોએ રૂબરૂમાં  જણાવેલ હતા.(૨૨.૨)

(12:02 pm IST)