Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

માળીયા હાઇવે પર ટ્રક ડિવાઇડર ઉપર ચડી ગયો

 મોરબીઃ માળીયા હાઇવે પર અનેક અકસ્માતો સર્જાતા હોય છે  જેમાં અને એક ટ્રક ડિવાઇડર પર ચડી ગયેલો જોવા મળ્યો હતો જો કે ટ્રકચાલકને ઇજા પહોંચી છે કે કેમ તે જાણી શકાયું નથી. મોરબી માળીયા હાઇવે પરની સત્કાર હોટલ નજીક વિદરકા ગામના પાટિયા નજીક એક ટ્રક ડિવાઇડર પર ચડી ગયો હતો અને સવારના સુમારે બનાવ બન્યો હોવાની માહિતી સ્થાનિકો પાસેથી પ્રાપ્ત થઇ છે તો લોડેડ ટ્રક ડિવાઇડર પર ચડયા બાદ ચાલક ટ્રક છોડીને નાસી ગયો હોય તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે તો ડિવાઇડર પર ચડ્યા બાદ ટ્રક થોડે સુધી ઘસડાયો હોય જેથી ટ્રકમાં નુકશાની થવા પામી છે.

 

(11:58 am IST)