Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ગોસા બારા કાંઠે સ્થાનિક આગેવાનોને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરાયેલ

આર.ડી.એકસ. લેન્ડીંગ સ્થળે જમીનમાં હથિયારો સોનું હોવાની શંકાથી કરેલ ખોદકામમાં કંઇ મળ્યું નહીં: દિલ્હી પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ રવાના

પોરબંદર તા. ૧૧: ગોસાબારા ૧૯૯૩માં આર.ડી.એકસ. લેન્ડીંગ થયું તે સ્થળે સોનું ચાંદી અને હથિયારો જમીનમાં છુપાવ્યાની બાતમી ઉપરથી દિલ્હી પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સી દ્વારા ગઇકાલે સવારથી સાંજ સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ખોદકામ દરમિયાન કંઇ મળી આવેલ નહીં. ગોસાબારા વિસ્તારમાં સ્થાનીક આગેવાનોને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સર્ચ ઓપરેશનમાં દિલ્હીની એન.આઇ.એ. એટી.એસ. એસ.ઓ.જી. સ્થાનિક પોલીસ કસ્ટમ, આઇ. બી. સહિત સુરક્ષા એજન્સી જોડાય હતી.

સર્ચ ઓપરેશન દરમિયાન કોટડા ગેન્ગના પુંજા રામાની પુછપરછ કરવામાં આવી હતી ત્યારે પૂંજા રામા એ જણાવેલ કે આ વિસ્તાર મારો જાણીતો છે. સર્ચ ઓપરેશનમાં કંઇ ન મળતાં દિલ્હી પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ રવાના થઇ ગયેલ છે. (૭.ર૪)

(11:56 am IST)