Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

જુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ રાસોત્સવ

૧૫માં વર્ષે અડિખમ આયોજનઃ પરેશભાઇ જોષી અને જિલ્લા મહિલા પાંખનાં પ્રમુખ રૂપલબેનની આગેવાની હેઠળ ખેલૈયાઓની રમઝટ

જુનાગઢ તા.૧૧: સોૈરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ભામાશા ભાસ્કરભાઇ ઉપાધ્યાય જેવા પાયાના પથ્થર અને પ્રણેતાના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા માંગલ્ય પાર્ટીપ્લોટ દાતાર રોડ જુનાગઢ ખાતે બ્રહ્મ રાસોત્સવ ૨૦૧૮નો દબદબાભેર પ્રારંભ થયો છે.

સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લા તા.પ્રમુખ પરેશભાઇ જોષી તેમજ ભાજપના ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય ગુજરાત રાજય બાળ આયોગના શ્રીમતી આરતી બેન જોષી તેમજ સમસ્ત બ્રહ્મસમાજ જુનાગઢ જિલ્લા મહિલા પાંખના પ્રમુખ રૂપલબેન લખલાણી ભરતભાઇ લખલાણી શહેર ભાજપ પ્રમુખ મુકેશ મહેતા મહામંત્રી રાજુ મહેતા જીતુભાઇ પંડયા અને હસુભાઇ જોષી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના મહિલા પાંખના મહિલા કાર્યકર્તાઓ અને સ્મસ્ત બ્રહ્મસમાજના યુવાનો વડિલો આ બ્રહ્મ રાસોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.

ફકત બ્રહ્મ પરિવાર માટે યોજાતા આ બ્રહ્મ રાસોત્સવ ૧૪ વર્ષથી સતત સફળતાપુર્વક નવરાત્રી મહોત્સવની ઉજવણી કરે છે અને આ વર્ષે ૧૫માં વર્ષમાં પ્રવેશ કરી અને સમસ્ત બ્રહ્મ સમાજના ભુદેવ પરિવારોને પારિવારીક માહોલ વચ્ચે મોહિત પંડયા એન્ડ ગ્રુપ મ્યુઝીક ઓરક્રેસ્ટાના સંગાથેે ખેલૈયાઓ પ્રથમ નવરાત્રીથી જ રાસની રમઝટ બોલાવી રહયા છે.

આ રાસોત્સવમાં સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો કેળવણીકાર નોબલ સ્કૂલના સંચાલક કે.ડી. પંડયા સિદ્ધાર્થ પંડયા જતિનભાઇ ભટ્ટ મહેશભાઇ જોષી કોર્પોરેશનના શાસક પક્ષના નેતા પુનિતભાઇ શર્મા ક્રિષ્ના કાર્ડ વાળા હસુભાઇ જોષી સહિત સમસ્ત બ્રહ્મસમાજ જુનાગઢ જિલ્લા અને મહાનગરના ભુદેવ પરિવારોના ભાઇઓ-બહેનોની ઉપસ્થિતીમાં નવરાત્રી બ્રહ્મ રાસોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે અને તા. ૧૯ સુધી ભુદેવ પરિવારો આ રાસોત્સવમાં રાસની રમઝટ બોલાવે છે.

(10:29 am IST)