Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

એસીબી ઝુંબેશ આગળ વધી : ફરીયાદીના પત્નીના રીમાન્ડ ન લેવા વિગેરે કાર્યવાહી માટે લાંચ માંગેલી : કચ્છના અબડાસા પંથકના પી.એસ.આઇ. ધીરજભાઇ પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્ર જોશી ૧ લાખની લાંચની માંગણી કરતા ઝડપાયા

રાજકોટઃ  કચ્છ ભુજના એક જાગૃત ફરિયાદીએ એસીબી પો.સ્ટેશનમાં તેમના પત્ની વિરુદ્ધ દાખલ થયેલ કેસની તપાસના કામે રીમાન્ડ મેળવવાની કાર્યવાહી નહી કરવા, વારંવાર પોલીસ સ્ટેશને બોલાવી હેરાન નહી કરવા વિગેરેના બદલે આ કામના આરોપી નં.૧ ધીરજભાઇ પટેલ  પી.એસ.આઇ. કોઠારા પો.સ્ટેશન, (ગઢશીસા) એ રૂા. એક લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં આરોપી નં.ર  પો.કોન્સ્ટેબલ હીતેન્દ્ર લાભશંક જોશી પણ સામેલ હતા. પોતે જાતે જાહરે સેવક હોવા છતા ભ્રષ્ટાચારી પ્રવૃતિમા  સામેલ થઇ લાંચ માગવાની ડીમાન્ડનો ગુનો દાખલ કરવામા આવ્યો છે.

કચ્છના ઇન્ચાર્જ મદદનીશ નિયામકશ્રી કે.જે. પટેલના સુપરવીઝન હેઠળ આગળની તપાસ ગાંધીધામ (કચ્છ) પુર્વ એસીબી પી.આઇ.  પરગડુ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ છે. એસીબી વડા કેશવકુમારની સુચનાનો અમલ ચુસ્તતાથી આ રીતે થઇ રહયો છે.

(8:56 am IST)