Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ગોસાબારા આરડીએકસ લેન્ડીંગ સ્થળે સર્ચ ઓપરેશનમાં કશુ મળ્યુ નહીઃ સોનું ચાંદી હથિયારો જમીનમાં છુપાવ્યાની બાતમીને આધારે દિલ્હી પોલીસની હાજરીમાં દરિયાકાંઠે ખોદકામ કરેલ

પોરબંદરઃ ગોસાબારા ૧૯૯૩માં આર.ડી.એકસ લેન્ડીંગ થયું તે સ્થળે સોનું ચાંદી અને હથિયારો જમીનમાં છુપાવ્યાની બાતમી ઉપરથી દિલ્હી પોલીસ દ્વારા આજ સવારથી સાંજ સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ખોદકામ દરમિયાન કશુ મળી આવેલ નહીં.

આ સર્ચ ઓપરેશનમાં દિલ્હીની એનઆઇએ એટીએસ એસઓજી સ્થાનિક પોલીસ કસ્ટમ આઇ.બી.સહિત સુરક્ષા એજન્સી જોડાઇ હતી. આવતીકાલે બીજે દિવસે ફરી ઓપરેશન થાય તેવી સંભાવના છે.

(7:45 pm IST)