Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સુત્રાપાડા પંથકમાં મેઘરાજાએ ભારે તોફાની વરસાદ વરસાવ્યો

સુત્રાપાડાઃ સુત્રાપાડા શહેરમાં ભારે તોફાની વરસાદ વરસાવ્યો અને સુત્રાપાડામાં નીચલા વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા જેમાં મેન બજારની દુકાનોમાં તેમજ રંગારા શેરી, આહીરવાડા તેમજ કુંભાર વાડા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા હતા તેમજ ભકિતનગર સુત્રાપાડામાં ઘણું નુકશાન થયેલ હોય તેમજ ખેડૂતોનુંં વાવેલું બિયારણ પણ મોટા પાયે નુકશાન થાય તેમ હોય આમ સુત્રાપાડા જળબંબાકાર બની જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે મેઘરાજા મન મુકી ભારે તોફાની વરસાદ વરસાવ્યો હતો ત્યારે વીજ તંત્ર ની ફ્રી મોનસુન ની સારી કામગીરીને બદલે સુત્રાપાડા શહેરમાં લાઇટનું કામ સારું હોવાથી લોકોને વીજ તંત્રથી રાહત મળી હતી.

(11:50 am IST)