Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગોથી બચવા તકેદારી રાખવી

અમરેલી જિલ્લા કલેકટર દ્વારા તંત્રને સજાગ રહેવા અપીલ

અમરેલી જિલ્લા કલેકટર આપુષઓકના ઓકના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં અધિકારીઓને સજાગર રહે અને લોકોને પાણીજન્ય રોગ સામે તકેદારી રાખવા કલેકટરે અપીલ કરેલ તે પ્રસંગની તસ્વીર

અમરેલી, તા.૧૮: ચૌમાસા ની સીઝન દરમિયાન પાણીજન્ય રોગો ને નિયંત્રિત રાખવા આરોગ્ય અને વહિવટીતંત્ર એ સંપુર્ણ સતર્ક રહેવા કલેકટરશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું.

 અમરેલી જિલ્લા સંચારી રોગ સમિતિ ની બેઠક આજે કલેકટરશ્રી ની અધ્યક્ષતામાં સંપન્ન થઇ હતી તેમણે વધુમાં જણાવ્યું કે દરેક નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરની પંચાયતોએ પીવાના પાણી અને ગટર લાઇન ના પાણી ભળી ન જાય તેની પુરતી તકેદારી રાખવી પણ જરૂરી છે. આરોગ્ય વિભાગ દ્રારા તમામ આરોગ્ય કેન્દ્રો પર પુરતી દવાનો જથ્થો કલોરીનેશન ની સુવિધા સહીત ની તૈયારીઓ રાખવા પણ કલેકટરશ્રી આયુષ ઓકે અધીકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.

  આ બેઠકની સાથે રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ કાર્યક્રમ તેમજ જિલ્લાભર માં ચાલી રહેલા મીઝલ્સ અને રૂબેલા ની રસીકરણ ની કામગીરીની પણ સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પટેલ તેમજ નાયબ પોલીસ વડા શ્રી દેસાઇ સહીતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:46 am IST)