Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

શિંગોડા ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલાયા: ગીર સોમનાથમાં બારે મેઘ ખાંગા :કોડીનાર, સુત્રપાડા અને ગીર ગઢડામાં વધુ ત્રણ ઇંચ વરસાદ

ગીર સોમનાથમાં બારે મેઘ ખાંગા થતા નદી નાળા ઉભરાયા છે. વીતી આખી રાત પણ અનરાધાર ધોધમાર વરસાદ વરસ્યો છે. કોડીનાર અને સુત્રાપાડામાં રાત્રે બે કલાકમાં ત્રણ ઇંચ. તો ગીર ગઢડામાં વધુ અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. કોડીનારનો શિંગોડા ડેમ ભરાઇ જતા 2 દરવાજા 2 ફૂટ ખોલાયા હતા. જેના કારણે કોડીનારની શીંગવડા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. કોડીનારનાં શહેરીજનો સેંકડોની સંખ્યામાં પુર જોવા ઉમટ્યા હતા.

(12:01 pm IST)