Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

માણાવદરમાં ચાર કલાકમાં 7 ઇંચ ખાબક્યો : જળબંબાકારની સ્થિતિ : રસાલા ડેમ ઓવરફ્લો

નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : ઓજત અને ભાદર નદી કાંઠાના અનેક ગામોને એલર્ટ કરાયા

માણાવદરમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. ચાર કલાકમાં સાંત ઈંચ વરસાદ પડતા સર્વત્ર  જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે  રસાલા ડેમ ઓવરફ્લો થયો છે.

  બીજીતરફ ઓજત નદીમાં નવા નીરના આવક થતા નદીના પટ વિસ્તારમાં  આવેલા પીપલાણા, મટીયાણા, આબલીયા અને પાદરડી સહીતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જયારે ભાદર નદી કાઠે આવેલ ગામોમાં વાળાસળા, ભીડોરા, વડા સરાડીયા અને ચીખલોદરા સહીતના ગામોને એલર્ટ કરાયા છે..

(12:56 pm IST)