News of Thursday, 12th July 2018

જૂનાગઢમાં મેયરશ્રીના હસ્તે પ્રવેશદ્વારનું ખાતમુર્હુત

 જૂનાગઢ : મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધામાં વધારો કરવા માટે અનેકવિધ વિકાસકાર્યો શરૂ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ઇન્દ્રેશ્વર ગેઇટ જૂનુ જકાત નાકે પ્રવેશદ્વારનું ખાતમુર્હુત તથા ૧૧-૩૦ કલાકે વાઘેશ્વરી મંદિર પાસે પ્રવેશદ્વારનું ખાતમુર્હુત મેયર આદ્યશકિતબેન મજમુદાર, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, સ્થાઇ સમિતિ ચેરમેન નીલેશભાઇ ધુલેશીયા, શાસકપક્ષ નેતા પુનીતભાઇ શર્મા, નાયબ કમિશ્નર એમ.કે.નંદાણીયા, બાંધકામ ચેરમેન ધરમણભાઇ ડાંગર, કોર્પોરેટર અશોકભાઇ ચાવડા, ભૂપતભાઇ શેઠીયા, હરેશભાઇ પરસાણા, ભરતભાઇ કારેણા, એભાભાઇ કટારા, મોહનભાઇ પરમાર, ચંદ્રીકાબેન રાખસીયા, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી તથા વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટીશ્રી મુકેશભાઇ રાજપરા, વિજયભાઇ કીકાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે. રાજય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ અંતર્ગત ઇન્દ્રેશ્વર પ્રવેશદ્વાર તથા વાઘેશ્વરી પ્રવેશદ્વારને નમુનેદાર બનાવવા પ્રથમ તબકકામાં વાઘેશ્વરી પ્રવેશદ્વાર માટે રૂ. ૧૯ લાખ તથા ઇન્દ્રેશ્વર પ્રવેશદ્વાર માટે રૂ. ૩૮ લાખ ફાળવવામાં આવેલ છે. કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સીટી ઇજનેર એલ.કે.વાઢેર, નાયબ કાર્યપાલક રાજુભાઇ કુછડીયા, ઇજનેર દિપકભાઇ ગોસ્વામી તથા શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુર્હુત કરવામાં આવેલ તે તસ્વીર.

(11:47 am IST)
  • ઉત્તરાખંડમાં ભારે વરસાદથી હાલાકી :છેલ્લા બે દિવસથી સતત વરસતા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત :દહેરાદુનના કપકોટ વિસ્તારમાં ભારે વરસાદ:બાગેશ્વરમાં આખી રાત વરસાદ ચાલુ રહેતા ઘર, દુકાનો, રસ્તાઓ તેમજ પાણી ભરાયા access_time 1:25 am IST

  • ગુજરાત ફી રેગ્યુલેસન અંગેની રીટ પિટિશન સુપ્રીમ કોર્ટ કાલે સાંભળશે access_time 10:38 pm IST

  • નવસારી: ભારે વરસાદના કારણે નવસારી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ખારેલ ગામ પાસે કારને અકસ્માત નડ્યો : અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત access_time 8:02 pm IST