Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

તા.૧પથી શરૂ થતા રસીકરણ અભિયાન અંતર્ગત જામજોધપુર તાલુકામાં ઓરી અને નુરબીબી વિશે યોજાયેલ જન-જાગૃતિ કાર્યક્રમ

જામજોધપુર, તા.૧૨: જામજોધપુર તાલુકામાં આગામી ૧પમી જુલાઇથી શરૂ થતો મિઝલ્સ (ઓરી) અને રૂબેલા રસીકરણ અભિયાન અન્વયે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ઓરી રોગ વાયરસથી થાય છે. તેમજ આ રોગના લક્ષણો જેવા કે લાલ-ગુલાબી ચાઠા થવા. ખૂબ તાવ આવવો, નાકમાં પાણી વહેવુ. આ રોગ સામાન્ય રીતે ૯ માસથી ૧પ વર્ષના બાળકોમાં જોવા મળે છે રૂબેલા (નૂરબીબી) ખાસ કરી મહીલાને ગર્ભાવસ્થાના પ્રારંભમાં જ રૂબેલાથી સંક્રમિત સ્ત્રીમાં જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ વિકસીત થઇ શકે છે જે ગર્ભમાં રહેલા બાળક અને નવજાત શીશુ માટે ખતરનાક સાબીત થઇ શકે છે. જન્મજાત રૂબેલા સીન્ડ્રોમને કારણે બાળકો આંખોમાં મોતીયો, કાનમાં સાંભળવાની શકિત ઓછી થવી, માનસિક વિકાસમાં અવરોધ તથા હ્રદયને પ્રભાવિત કરે છે. સમગ્ર અભિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત દ્વારા કરવામાં આવી રહ્યો છે. દરેક ગામમાં આ રસિકરણ અભિયાન અન્વયે માતૃમિટીંગ, ગ્રામ સંજીવની સમિતિનિ મીટીંગ, તાલુકા કક્ષાએ દર સોમવારે શિક્ષણઆરોગ્ય, ICDS , મામલતદારશ્રી, ટી.ડી.ઓશ્રીની મીટીંગનું આયોજન થાય છે. તાલુકાના પ્રા.શાળા, મા-શાળાના શિક્ષકોને આ કાર્યક્રમ અંગેની તાલીમ અપાઇ ગઇ છે. પ્રા.આ.કેન્દ્ર કક્ષાએ આશાબેનો, આંગણવાડી કાર્યકરોની મીટીંગ અને તાલીમ યોજાઇ ગઇ છે ૧પમી જૂલાઇથી ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન સફળતાપૂર્વક થાય તે માટે તાલુકા હેઠળ કચેરી-જામજોધપુર તથા જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના સિધ્ધી માર્ગદર્શન હેઠળ આરોગ્ય સ્ટાફ, શિક્ષણ વિભાગનો સ્ટાફ આઇ.સી.ડી.એસ વિભાગ તથા અન્ય વિભાગો જહેમત ઉઠાવી રહ્યા છે. દરેક ગામોના સરપંચશ્રીઓ, લોક પ્રતિનિધિશ્રીઓ, ધાર્મિક વડાઓ તથા વાલીઓએ મિઝલ્સ અને રૂબેલા રસીકરણ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી માટે નજીકના પ્રાથમિક આરોગ્યકેન્દ્ર, પ્રા.શાળા, મા.શાળામાં આ અંગે સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(11:42 am IST)