Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ધોરાજીના ભાડેર ગામની હત્યા પ્રકરણમાં બે પીએસઆઇની બદલી:આરોપીઓને પકડવાની મુખ્યમંત્રીએ આપી ખાતરી

ધોરાજીના ભાડેર ગામની હત્યાનો મામલો પડકાર રૂપ બન્યો છે માત્ર 8 દિવસમાં પાટણવાવના બે-બે પીએસઆઈ બદલીનો ભોગ બન્યાં છે. આગેવાનોએ કરેલી મુખ્યમંત્રીને રજૂઆત બાદ મુખ્યમંત્રીએ આરોપીને પકડવાની ખાત્રી આપી છે ધોરાજીના ભાડેર ગામે થયેલી બેવડી હત્યા મામલે આક્રોશ ફેલાયો છે અને પટેલ પરિવારે મૃતક સાંગાણી જીવરાજભાઈ પટેલની લાશ સ્વીકારવાની આજે આઠમાં દિવસે ના પાડી દીધી છે.ત્યારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લાપોલીસ વડા અંતરીપ સુદે પ્રથમ પાટણવાવના પીએસઆઈ કે.કે. ગોહીલની તાત્કાલીક અસરથી બદલી કરી ધોરાજીમાં પીએસઆઈ પી.જી. બાટવાની નિમણુંક કરી હતી. તેમજ ફરી ચાર દિવસમાંજ પીએસઆઈ બાટવાની બદલી કરી ઉપલેટાના આર..ભોજાણીની પાટણવાવમા પીએસઆઈ તરીકે નિમણુંક આપી હતી. તેમજ સમગ્ર પ્રકરણની તપાસ સીપીઆઈ કે.આર.રાવત પાસે હતી. પણ લઈ અને જેતપુરના ડીવાયએસપી ઝેડ.આર.દેસાઈને સોંપવામાં આવેલ છે. બનાવને 8 દિવસ વિતવા છતા પણ ભાડેરના પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી.

(11:16 pm IST)