Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ:ઉપલેટા અને ભાયાવદરમાં ઝાપટા

 

ગોંડલના જામવાડી. ચોરડી, ગોમટા, દેરડી, મોવીયા, ભોજપરા, બીલયાડા, ભુણાવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ભારે વરસાદથી ખેતરો પાણી પાણી થઇ ગયા હતા અને નદી-નાળામાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. તેમજ ઉપલેટા પંથકના ભાયાવદર સહિતના ગામોમાં વરસાદના ઝાપટાં વરસ્યા હતા.

(11:15 pm IST)