Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જીવણભાઇનો મૃતદેહ કાલે સ્વીકારાશે

વિજયભાઇ રૂપાણીની ખાત્રીથી ભાડેર ગામનો મામલો શાંત પડ્યોઃ અંતિમ યાત્રા કાલે બપોરે નિકળશેઃ વિવિધ સમાજના અગ્રણીઓ અર્પશે શ્રધ્ધાંજલી

ધોરાજી તા. ૧૧ : તાલુકાના ભાડેર ગામે જમીનના ડખ્ખામાં ખેડુત જીવણભાઇ સાંગાણીની ગત તા. ૪ના ઘાતકી હત્યા બાદ મામલો ગરમાયો હોવાથી સતત ૮માં દિવસે પણ ભોગ બનનારા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો નથી

જાણવા મળતી વિગત મુજબ પટેલ સમાજના અગ્રણીઓ એ  ગાંધીનગર ખાતે તેડી જઇ આરોપીઓને સત્વરે પકડવા અંગે  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરાઇ ત્યારે યોગ્ય કરવાની ખાતરી મળતા જીવણભાઇનો મૃતદેહ આવતી કાલે સ્વીકારી લેવાશે. સ્વ. જીવણભાઇ ની અંતિમયાત્રા પણ આવતીકાલે ગુરૂવારે બપોરે ૪ કલાકે નિકળશે. જેમા દરેક સમાજના લોકો જોડાઇને શ્રધ્ધાસુમન અર્પણ કરશે. (૨૮.૪)

 

(4:22 pm IST)