Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

માળીયાહાટીના-કેશોદ તાલુકા પંચાયતમાં પક્ષ પલ્ટો કરનાર સદસ્યો કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

જુનાગઢ તા.૧૧: જિલ્લાની માળીયા (હાટીના) અને કેશોદ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પુર્ણ થતા તા. ૨૦/૬/૧૮નાં રોજ બપોરે ૧ કલાકે બંન્ને તાલુકા પંચાયતોનાં સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવેલ તે મીટીંગ પહેલા જુનાગઢ જિલ્લા કોંગ્રેસપક્ષનાં પ્રમુખશ્રી હર્ષદભાઇ રીબડીયા વતી કોંગ્રેસપક્ષનાં ચૂંટાયેલા બંન્ને તાલુકા પંચાયતોનાં સદસ્યશ્રીઓને વ્હીપ બજાવવામાં આવેલ તેમાંથી માળીયા (હાટીના) તાલુકા પંચાયતનાં ૬ અને કેશોદ તાલુકા પંચાયતનાં પ સદસ્યોએ કોંગ્રેસપક્ષની વ્હીપ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.વ્હીપનો અનાદર કરીને કોંગ્રેસપક્ષનાં સિમ્બોલ ઉપર ચૂંટાયેલા ગદ્દાર સદસ્યોએ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ અને ઉપપ્રમુખનાં સમર્થનમાં મતદાન કરેલ તેનો રીપોર્ટ જે તે સમયે જ જિલ્લા કોંગ્રેસનાં કાર્યાલયમંત્રી વી.ટી. સીડા દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીને કરી દેવામાં આવેલ ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ જે સદસ્યની ગંભીરતાથી નોંધ લઇ તમામ પક્ષપલ્ટુ સદસ્યોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીનાં પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડાની સુચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી બાલુભાઇ પટેલએ માળીયા (હાટીના) તાલુકા પંચાયતની સીટ (૧) જુથળ-વાછાણી હિરાબેન મુળજીભાઇ, (ર) કડાયા-સીસોદીયા ભાવનાબેન નરેન્દ્રસિંહ, (૩) ખોરાસા (ગીર)-લાડાણી આશિષભાઇ લાઘાભાઇ, (૪) લાઠોદ્રા- લાખાણી માનસિંહ પોપટભાઇ, (પ) વિરડી- રાજાણી સમજુભાઇ  છેલાભાઇ, (૬) વિસણવેલ- મેર રમેશભાઇ રાજાભાઇ તથા કેશોદ તાલુકા પંચાયતની સીટ (૧)ખમીદાણા-જીગ્નાશાબેન જેન્તીભાઇ વાળા, (ર) અગતરાય- ભરતભાઇ બાલાભાઇ ખાંભલા, (૩) કણેરી- મંજુલાબેન મોહનભાઇ કમાણી, (૪) મોવાણા- પ્રભુદાસભાઇ ગંગદાસભાઇ હદવાણી, (પ) પાડોદર-ખીમાણંદભાઇ રાજાભાઇ ઘુસર એમ કુલ-૧૧ સદસ્યોને કોંગ્રેસપક્ષ માંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરેલ છે અને તેઓને સભ્યપદેથી સસ્પેન્ડ કરવા વિકાસ કમિશનરશ્રી ગાંધીનગરમાં દાદ માંગેલ છે. અને આવા પક્ષપલ્ટુ અને ગદ્દાર સદસ્યોને કોંગ્રેસમાંથી જવાથી કોંગ્રેસ વધુ મજબુત થયેલ છે. આગામી દિવસોમાં માળીયા (હાટીના) અને કેશોદ તાલુકા પંચાયતનાં પક્ષપલ્ટુ સદસ્યોના જોરે બહુમતીથી સતા મેળવેલ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ અને ઉપપ્રમુખ પાસે રૂ. ૫૦૦/-થી વધારે ખર્ચ કરવાની કે કોઇ નવા નિર્ણય લેવાની સત્તા ન રહે તે માટે પણ કાર્યવાહી ચાલુ છે.

(4:21 pm IST)