Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જસદણના ઉદ્યોગપતિ પિતા-પુત્ર સામે ૧૮ કરોડની વેટચોરી અંગે પોલીસમાં ફરીયાદ

ઓઇમીલના સંચાલક ગોવિંદભાઇ પાનસુરીયા તથા તેના પુત્ર કમલેશ સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૧૧ : જસદણના ઉદ્યોગપતિ પિતા-પુત્ર સામે વાણિજય વેરા વિભાગે ૧૮ કરોડની વેટ ચોરીની ફરીયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજકોટના વેટ વાણિજય વિભાગના આસીસ્ટન્ટ કમિશ્નર વિનોદભાઇ મગનલાલ મકવાણાએ જસદણના લીલાપુરની સરદાર ઓઇલ મીલના સંચાલક ગોવિંદભાઇ ખોડાભાઇ પાનસુરીયા સામે ગુજરાત વેરા અધિનિયમની કલમ ૮પ(૧) સહિતની કલમો મુજબ નોંધાવેલી ફરીયાદ મુજબ વર્ષ ર૦૧૪-ર૦૧પની વેટની રકમ ૧,પ૧,૮ર,પ૦૦ માટે અનેક વખત પત્ર નોટીસ વગેરે આપવા છતાં ભરી નથી. આ અંગે બેંકમાં તપાસ કરવા છતાં કોઇ જ કાર્યવાહી થઇ નથી.  જયારે બીજી ફરીયાદ આ જ ઉદ્યોગપતિના પુત્ર કમલેશભાઇ ગોવિંદભાઇ પાનસુરીયા સામે નોંધાવી છે. જેમાં અવધ ટ્રેડીંગ નામની પેઢીની વર્ષ ૧૧-૧ર, ૧ર-૧૩ અને ૧૪-૧પના રૂપિયા ૧૭,૦૪,૧૪,૪૩૦ની વેટની રકમ ભરી નહીં હોવાની ફરીયાદ કરવામાં આવી છે. વધુ તપાસ જસદણના ઇન્ચાર્જ પીઆઇ ડી.એલ. ખાચર ચલાવી રહ્યા છે.(૮.૧ર)

(2:34 pm IST)