Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

રૂ. ૧૭ લાખનો ચેક રિર્ટન થતા ધ્રાંગધ્રા યાર્ડના ચેરમેન મહેશ પટેલની ધરપકડ

વઢવાણ તા. ૧૧ :.. ધ્રાંગધ્રા યાર્ડના ચેરમેન ખરીદી માટે અપાયેલ ચેક રીર્ટનના મામલામાં ધરપકડ વોરંટ ઇસ્યુ થતા પોલીસ તંત્ર દ્વારા ધ્રાંગધ્રા યાર્ડના ચેરમેનની ધરપકડ કરવાની ફરજ પડેલ છે.

જયારે ધ્રાગધ્રા યાર્ડના ચેરમેનમહેશભાઇ પટેલ, દેહગામવાળા દ્વારા તેઓના જ યાર્ડના સાથી ડીરેકટર વાઘજીભાઇ પટેલને જમીન લે-વેચના મામલામાં રૂ. ૧૭ લાખનો ચેક વિજયા બેંકનો હોય અને ગત તા. ૧૭-૩-ર૦૧૬ ના રોજ આપેલ હોય પરંતુ આ ચેક વટાવતા ચેક રીર્ટનની ફરીયાદ દાખલથયેલ હતી. જે ચેક રીર્ટનના કેસમાં તારીખ સમયે મહેશભાઇ પટેલ હાજર નહી રહેતા ન્યાયાલય દ્વારા તેઓના વિરૂધ્ધમાં ધરપકડનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતું. જયારે મહેશભાઇ પટેલ, યાર્ડના ચેરમેન વિરૂધ્ધ ધરપકડ વોરંટ નિકળતા સમગ્ર જિલ્લામાં રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

જયારે વોરંટ ધરપકડ થતા આ મામલામાં કાંઇ કહેવા માટે મહેશ પટેલ દ્વારા ઇન્કાર કરાયા છે. જયારે મહેશ પટેલ ભાજપના હોદેદાર સાથે સરદાર ગ્રુપના પણ હોદેદાર છે ત્યારે પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ   કરવામાં આવ્યા છે. (પ-ર૦)

 

(2:33 pm IST)