Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

અનામત માટે આમરણાંત ઉપવાસમાં મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં પાટીદારો જોડાશે : હાર્દિક પટેલની હાજરીમાં મોરબીમાં શહિદયાત્રાનું સ્વાગત

મોરબી તા. ૧૧ : પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા ૧૪ પાટીદાર યુવાનોને ન્યાય મળે તે માટે ઊંઝાથી કાગવડ સુધીની પાટીદાર શહીદ યાત્રા વિવિધ સ્થળોએ ફરી રહી છે જે યાત્રા આજે મોરબી જીલ્લામાં પ્રવેશી હતી અને મોડી સાંજના સમયે મોરબી આવી પહોંચી હતી.

હળવદના ઘનશ્યામગઢથી શહીદ યાત્રાનો મોરબી જીલ્લા પ્રારંભ કરવામાં આવ્યા બાદ હળવદ અને માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ફરીને યાત્રા મોરબી આવી પહોંચી હતી જેમાં બાઈક સાથે યુવાનો જોડાયા હતા. પાસ કન્વીનર હાર્દિક પટેલ, પાસ અગ્રણી દિલીપ સાબવા, મનોજ પનારા સહિતના યુવાનો સાથે પાટીદાર શહીદ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને મોરબીના યુવાનો યાત્રામાં જોડાયા હતા.

મોરબીમાં મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે શહીદ પરિવારોને ન્યાય મળે તે માટે યાત્રા યોજી છે અને આગામી ૨૫થી આમરણાત આંદોલન અંગે સમાજને જાગૃત કરવા માટે મોરબી આવ્યા હોવાનું જણાવ્યું હતું.

 

(2:32 pm IST)