Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ભારે વરસાદથી જૂનાગઢ નજીકની મેઘલ નદીમાં નવા નીરની આવક :આસપાસના ગામોની પાણીની સમસ્યા ઉકેલાઈ

જૂનાગઢ :ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં વરસાદી માહોલ અને ઉપરવાસમાં વરસાદને કારણે જુનાગઢના શેરબાગ ખાતેની મેઘલ નદીમાં નવા નીરની આવક થઈ છે. મોટી મેઘલ નદી અને તેની આસપાસના વિસ્તારમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે મેઘલ નદીમાં નવા નીર આવતા લોકો પાણી જોવા પહોંચ્યા હતા.મેઘલ નદીમાં નવા નીરની આવકથી ભંડીર, ઝડકા, વિસણવેલ, સુખપુર સિમાર ગામના લોકોની પીવાના પાણીની સમસ્યાઓ ઉકેલાઈ છે..તો કુવાના તળ પણ ઉંચા આવશે

(12:56 pm IST)