Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

મોરબીમાં કડીયા કામ કરતી વખતે ચોથા માળેથી પટકાતાં મજૂરનું મોત

રાજસ્થાની યુવાન ઠાકરારામે રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: મોરબીમાં બાયપાસ પર નવા બની રહેલા બિલ્ડીંગમાં કડીયા કામ કરતી વખતે રાજસ્થાની મજૂર અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

રાજસ્થાનનો વતની ઠાકરારામ મુલારામ જાટ (ઉ.૨૮) બે વર્ષથી મોરબી રહી કડીયા કામની મજૂરી કરે છે. હાલમાં મોરબીમાં બાયપાસ પર નવું બિલ્ડીંગ બની રહ્યું હોઇ તેની સાઇટ પર તે ચોથા માળે કામ કરતો હતો. સાંજે ચારેક વાગ્યે બાલ્કનીમાં જરી મારતો હતો ત્યારે પગ લપસતાં પટકાતાં ગંભીર ઇજા થતાં મોરબી ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સ્ટર્લિંગમાં ખસેડાયો હતો. પરંતુ અહિ રાત્રે દમ તોડી દીધો હતો.

યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોરબી જાણ કરી હતી. મૃત્યુ પામનાર ચાર ભાઇ અને ચાર બહેનમાં બીજો હતો. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)

(12:11 pm IST)